×
New!

Bayan Al Islam Encyclopedia Mobile Application

Get it now!

(શરૂ કરું છું) અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

ઇસ્લામ, સમગ્ર સૃષ્ટિના પાલનહારનો દીન (ધર્મ) છે.

તમારો પાલનહાર કોણ છે?

આ સૃષ્ટિનો સૌથી મોટો સવાલ છે, આ સૌથી અગત્યનો સવાલ છે; જેનો જવાબ દરેક વ્યક્તિએ જાણવો જરૂરી છે.

આપણો પાલનહાર તે જ છે, જેણે આકાશો અને જમીનનું સર્જન કર્યું, અને આકાશ માંથી પાણી વરસાવી તેના વડે ઘણા ફળો અને વૃક્ષો આપણાં અને તે જાનવરોનો ખોરાક માટે ઉપજાવ્યા જેને આપણે ખાઈએ છીએ.અને તે જ છે જેણે આપણું, આપણા પૂર્વજોનું અને દરેક વસ્તુનું સર્જન કર્યું, જેણે રાત અને દિવસ બનાવ્યા, રાતને તેણે આરામ અને ઊંઘનું માધ્યમ બનાવ્યું, અને દિવસને રોજી અને જીવન જરૂરિયાત માટેનો સ્ત્રોત બનાવ્યો.તે જ છે, જેણે સૂર્ય, ચંદ્ર, તારાઓ અને સમુદ્રોને આપણા માટે આધીન કર્યા, અને તે પ્રાણીઓને પણ આપણા માટે આધીન કર્યા છે, જેનું માસ આપણે ખાઈએ છીએ અને તેમના દૂધ અને ઊનનો લાભ ઉઠાવીએ છીએ.

સમગ્ર સૃષ્ટિના પાલનહારના ગુણો ક્યાં છે?

પાલનહાર તે છે જેણે મખલૂકનું સર્જન કર્યું, અને તે જે છે જે તેમને સત્ય અને હિદાયત તરફ માર્ગદર્શન આપે છે, અને તે જ છે જે દરેક સર્જનની સંપૂર્ણ વ્યવસ્થા કરે છે, અને તે જ છે જે તેમને રોજી આપે છે, અને તે જ છે જે દુનિયા અને આખિરતની દરેક વસ્તુનો માલિક છે, દરેક વસ્તુ તેની માલિકી હેઠળ છે, અને તેના સિવાય કોઈ તેનું માલિક નથી,અને તે જ છે જે હંમેશાથી જીવિત છે, તેને ક્યારેય મૃત્યુ નહીં આવે, અને ન તો તેને ઊંઘ આવે છે, તે કાયમ રહેનાર છે, જેના આદેશથી દરેક વસ્તુ જીવંત છે, અને તે જ છે જેની રેહમત હેઠળ દરેક વસ્તુ છ, અને તે જ છે જેનાથી આકાશ અને ધરતી વચ્ચે કંઈ પણ છૂપું રહી શકતું નથી.તેના જેવું કોઈ નથી, તે બધું જ સાંભળવાવાળો, બધું જ જોવા વાળો છે, તે આકાશોની ઉપર છે, પોતાના સર્જનથી ગની (બે નિયાઝ) છે અને આપણે સૌ તેના મોહતાજ છે, ન તો તે સર્જનની રચનામાં છે અને ન તો સર્જન તેનામાં છે,

તે પવિત્ર અને ઉચ્ચ છે,પાલનહાર તો તે છે, જેણે આ પ્રખ્યાત વિશ્વને તેની દરેક સંતુલિત સિસ્ટમો અને વ્યવસ્થા સાથે બનાવ્યું છે, જે સહેજ પણ અસફળ થતી નથી, પછી ભલેને તે વ્યવસ્થા મનુષ્ય અને પ્રાણીઓના શરીરની લગતી હોય, કે સૂર્ય, તારાઓ અને અન્ય ઘટકોને લગતી હોય અથવા આપણી આસપાસ રહેલ દરેક વસ્તુની પણ વ્યવસ્થા કેમ ન હોય, (તે અલ્લાહ જ છે જે તેનો વ્યવસ્થાપક છે).

અને તે દરેક વસ્તુ જેની (અલ્લાહને છોડીને) ઈબાદત કરવામાં આવે છે, તે ન તો પોતાને ફાયદો પહોચાડી શકે છે અને ન તો પોતાને નુકસાનથી બચાવી શકે છે, તો તે (અલ્લાહ) કેવી રીતે તેની ઈબાદત કરનારાઓને લાભ પહોંચાડી શકે છે અથવા કેવી રીતે તેમને પહોંચતા નુકસાનને દૂર કરી શકે છે?

આપણા પર આપણા પાલનહારના ક્યાં અધિકારો છે?

દરેક લોકો પર અલ્લાહનો અધિકાર એ છે કે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે અને તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેહરાવે, તેઓ કોઈ માનવી, પથ્થર, સમુદ્ર, નિર્જીવ વસ્તુ, ગ્રહ કોઈ પણ વસ્તુની ઈબાદત કરવી ન કરે, પરંતુ ફક્ત નિખાલસ થઈ સમગ્ર સૃષ્ટિના પાલનહાર એક અલ્લાહની ઈબાદત કરવી કરે.

અલ્લાહ પર બંદાઓના અધિકાર કયા છે?

બંદાઓનો અલ્લાહ પર અધિકાર તે છે કે જો તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે તો અલ્લાહ તેમને દુનિયામાં એક સારું જીવન આપે, જેમાં સુરક્ષા, સલામતી, શાંતિ અને સંતુષ્ટિ હોય, જ્યારે કે આખિરતમાં ક્યારેય ખતમ ન થવા વાળી અને નેઅમતોથી ભરેલ હંમેશાવાળા જીવન, જન્નતમાં પ્રવેશ આપે, પરંતુ જો તે તેની અવજ્ઞા કરે અને તેના આદેશોનું ઉલંઘન કરે તો તેનું જીવન તંગ કરી દે છે, ભલેને તેઓ સમજતા હોય કે તેમનું જીવન સુખી અને શાંતિવાળું છે, અને આખિરતમાં તેમને જહન્નમમાં દાખલ કરશે, જેમાં તેઓ હંમેશા રહેશે, અને તેમના માટે કાયમી અઝાબ હશે, જેમાં તેઓ હંમેશા રહેશે.

આપણા અસ્તિત્વનો હેતુ શું છે? અને આપણને કેમ પેદા કરવામાં આવ્યા છે?

ખરેખર પાલનહારે આપણને જણાવ્યું કે તેણે આપણને એક મહત્વના હેતુ માટે પેદા કર્યા છે, અને તે એ કે આપણે ફક્ત તેની જ ઈબાદત કરીએ, અને તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેહરાવીએ, તેણે આપણને જમીનને ભલાઈ અને સુધારા સાથે આબાદ કરવાનો આદેશ આપ્યો છે, અને જે કોઈ પણ પોતાના પાલનહાર અને સર્જનહાર સિવાય અન્યની ઈબાદત કરશે તો તેણે તે હેતુને ન ઓળખ્યો જેના માટે તેને પેદા કરવામાં આવ્યો છે, અને ન તો તેણે પોતાના સર્જનહારનો હક અદા કર્યો, અને જે જમીનમાં ભ્રષ્ટાચાર ફેલાવે તો તેણે તે કામ ન કર્યું જે તેને સોંપવામાં આવ્યું હતું.

આપણે આપણાં પાલનહારની ઈબાદત કેવી રીતે કરીએ?

ખરેખર આપણા પાલનહારએ આપણું સર્જન કરી આપણને આમ જ છોડી નથી દીધા, અને તેણે આપણા જીવનને પણ વ્યર્થ નથી કર્યું, પરંતુ તેણે માનવીઓ માંથી તેમના માટે એવા પયગંબરોને નક્કી કર્યા, જેઓ લોકોમાં સૌથી સારા અખ્લાક (શિષ્ટાચાર) ધરાવનાર, પવિત્ર મન અને પવિત્ર દિલ રાખનાર હતા, જેથી અલ્લાહએ તેમના પર પોતાના આદેશો ઉતાર્યા, જેમાં તે દરેક વસ્તુની માહિતી છે જેના વડે લોકો પોતાના પાલનહારને ઓળખી શેક, અને એવી જ રીતે કયામતના દિવસે ફરીવાર ઊઠવવાની પણ દરેક માહિતી તેમાં છે, જો કે હિસાબ અને બદલાનો દિવસ છે.અને પયગંબરોએ પોતાની કોમને પોતાના પાલનહારની ઈબાદત (બંદગી) કરવાનો તરીકો બતાવ્યો, અને તેમને ઈબાદત કરવાના તરીકાઓ, સમાયો અને તેના દ્વારા દુનિયા અને આખિરતમાં મળતા ફળ વિષે પણ જણાવ્યું, એવી જ રીતે પયગંબરોએ પોતાની કોમને તે દરેક બાબતોથી સચેત કર્યા જે તેમના પાલનહારે તેમના પર હરામ કરી હતી, જેમકે ખાવું-પીવું તેમજ શાદીને લગતી બાબતો, એવી રીતે પયગંબરોએ લોકોને સારા અખ્લાક (વર્તન) તરફ પ્રેરિત કર્યા અને ખરાં અખ્લાક (વર્તન)થી સચેત કર્યા.

મહાન અને ઉચ્ચ અલ્લાહ પાસે કયો દીન સ્વીકાર્ય છે?

ખરેખર અલ્લાહ પાસે માન્ય દીન તો ફક્ત ઇસ્લામ જ છે, અને આ તે જ દીન જેને દરેક પયગંબરોએ આપણા સુધી પહોંચાડ્યો, અને કયામતના દિવસે ઇસ્લામ ધર્મ સિવાય અલ્લાહ કોઈ પણ ધર્મ સ્વીકારશે નહીં, અને ઇસ્લામ સિવાય તે દરેક દીન (ધર્મ) જેણે લોકોએ અપનાવ્યો તે તદન ખોટો અને બેટલ ધર્મ છે, તે ધર્મથી તેના અનુયાયીઓને કઈ પણ ફાયદો થશે નહીં, પરંતુ તેના દ્વારા દુનિયા અને આખિરતમાં નુકસાન જ થશે.

આ દીન (ઇસ્લામ) ના સિદ્ધાંતો અને તેના રુકન (સ્તંભો) ક્યાં ક્યાં છે?

ખરેખર આ દીનને અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓ માટે સરળ બનાવ્યો, તેના મહત્વના સિદ્ધાંતો માંથી એ છે કે તમે અલ્લાહને ઇલાહ અને પાલનહાર હોવા પર, તેના ફરિશ્તાઓ પર, તેની કિતાબો પર, તેના પયગંબરો પર, આખિરતના દિવસ પર અને તકદીર (ભાગ્ય) પર ઇમલ લાવો, અને ઇસ્લામ તે છે કે તમે તે વાતની ગવાહી આપો કે અલ્લાહ તઆલા સિવાય કોઈ ઈબાદત (બંદગી) ને લાયક નથી અને મોહમ્મદ ﷺ તેના પયગંબર છે, નમાઝ કાયમ કરો, જો તમારી પાસે એટલો માલ હોય કે જેના પર ઝકાત વાજિબ થઈ ગઈ હોય તો ઝકાત આપો, વર્ષમાં એક મહિના (રમજાન)ના રોઝા રાખો, અને જો અલ્લાહના પવિત્ર ઘર જેને ઈબ્રાહીમ અલૈહિસ્ સલામે પોતાના પાલનહારના આદેશથી બનવ્યું છે, જો તેની તરફ જવાની શક્તિ હોય તો જાઓ, અર્થાત્ હજ કરો,એવી જ રીતે તે દરેક વસ્તુથી બચો જેને અલ્લાહ તઆલાએ તમારા પર હરામ કરી છે, જેવું કે શિર્ક, વ્યર્થ કતલ કરવું, વ્યભિચાર, હરામ માલ ખાવો, જો તમે અલ્લાહ પર ઇમાન રાખો છો અને તેની ઈબાદત કરો છો અને તેણે હરામ કરેલ કાર્યોથી બચો છો તો તમે દુનિયામાં સાચા મુસલમાન છો, અને કયામતના દિવસે અલ્લાહ તમને જન્નતમાં હમેંશાવાળી નેઅમતોમાં કાયમી જીવન આપશે.

શું ઇસ્લામ કોઈ ખાસ કોમ અથવા કોઈ ખાસ જાતિનો દીન (ધર્મ) છે?

ઇસ્લામ તે દરેક લોકો માટે અલ્લાહનો દીન છે, કોઈને કોઈના પર પ્રાથમિકતા આપવામાં નથી આવી, પરંતુ તકવા અને નેક અમલ પ્રમાણે, દરેક લોકો સરખા છે.

લોકો પયગંબર અને નબીઓની સત્યતાને કંઈ રીતે જાણી શકે છે?

લોકો પયગંબરોની સત્યતાને કેટલાક તરીકા વડે જાણી શકે છે:

પયગંબરો જે સત્ય અને હિદાયત લઈને આવ્યા છે તેને બુદ્ધિ અને શુદ્ધ ફિતરત (શુદ્ધ પ્રકૃતિ) સ્વીકારે છે, અને બુદ્ધિ તેની ભલાઈની સાક્ષી આપે છે, અને સાબિત કરે છે કે પયગંબરો સિવાય આવા સંદેશો બીજું કોઈ લાવી શકતું નથી.

પયગંબરો જે કઈ પણ આદેશો લઈને આવ્યા છે, તેમાં લોકના દીન અને દુનિયાની સુધારણા, તેમની દરેક બાબતોની સુધારણા, અને તેમની સભ્યતાનું નિર્માણ, તેમજ તેમના ધર્મ, બુદ્ધિ, માલ અને ઇઝ્ઝતની સુરક્ષા પણ શામેલ હોય છે.

પયગંબરો અને નબીઓ લોકોને નેકી તરફ માર્ગદર્શન આપવા પર તેમની પાસે કંઈ પણ મહેનતાણું લેતા નથી, પરંતુ તેઓ પોતાના પાલનહાર પાસે તેના સવાબ (બદલા)ની આશા રાખે છે.

પયગંબરો જે કઈ પણ (સંદેશો) લઈને આવ્યા તે સત્ય અને સચોટ છે, તેમાં કોઈ શંકા નથી, તેમાં ન તો કોઈ વિરોધ છે ન તો કોઇ ભ્રમ, અને દરેક પયગંબર પોતાના પહેલાના પયગંબરના સાચા હોવાની સાક્ષી આપે છે, અને તેની તરફ જ લોકોને આમંત્રિત કરે છે જેની તરફ પહેલાના લોકોએ માર્ગદર્શન આપ્યું હતું.

ખરેખર અલ્લાહ તઆલા પયગંબરોને સ્પષ્ટ મુઅજિઝા અને નિશાનીઓ વડે તેમને સમર્થન આપે છે, જે તે વાતનો પુરાવો છે કે તે અલ્લાહ તરફથી મોકલેલા પયગંબરો છે, અને પયગંબરો માંથી સૌથી મોટો મુઅજિઝો અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ નો છે, જે કુરઆન કરીમ છે.

કુરઆન મજીદ શું છે?

કુરઆન કરીમ આ સૃષ્ટિના પાલનહારની પુસ્તક છે, અને આ અલ્લાહ તઆલાની તે વાણી (શબ્દો) છે જેને જિબ્રાઈલ અલૈહિસ્ સલામે મુહમ્મદ ﷺ સુધી પહોંચાડ્યું, આ પુસ્તકમાં તે દરેક વસ્તુ છે, જેને જાણવું અલ્લાહએ લોકો પર ફરજ કર્યું છે, જેમકે: અલ્લાહની ઓળખ, ફરિશ્તાઓ, અલ્લાહની કિતાબો, અલ્લાહના પયગંબરો, આખિરતનો દિવસ અને સારી અને ખરાબ તકદીર (ભાગ્ય) જાણકારી,એવી જ રીતે તેમાં જરૂરી ઈબાદતોનો પણ ઉલ્લેખ છે, એવી જ રીતે હરામ વસ્તુઓ જેનાથી બચવું જરૂરી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એવી જ રીતે સારા અને ખરાબ અખ્લાકનું વર્ણન, અને લોકોને લગતી દીન અને દુનિયાની દરેક વતુઓને ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે, આ એક મુઅજિઝાવાળી કિતાબ છે, અલ્લાહ તઆલાએ લોકોને ચેલેન્જ આપ્યું કે તેઓ આ કુરઆનની માફક કોઈ બીજી કિતાબ લઈ આવે, અને આ કિતાબ કયામત સુધી પોતાની ભાષામાં સુરક્ષિત રહેશે, તેમાંથી એક શબ્દ પણ ન તો ઓછો થશે અને ન તો બદલાશે.

મૃત્યુ પછી ફરી ઊભા થવાની, અને કયામતના દિવસે હિસાબ થવાની દલીલ શું છે?

શું તમે જોયું નથી કે સૂકી જમીન જેમાં કોઈ પ્રાણ નથી, જ્યારે તેના પર પાણી વરસે છે, તો તેમાંથી અલગ અલગ પ્રકારના વૃક્ષો ઉપજવા લાગે છે, અને લેહરાવવા લાગે છે, ખરેખર જે તેમને જીવિત કરવા પર કુદરત ધરાવે છે તે મૂર્તકોને પણ ફરી જીવિત કરવા પર સક્ષમ છે,તે અલ્લાહ જેણે માનવીનું સર્જન એક તુચ્છ પાણીના ટીપાં (વીર્ય) વડે કર્યું, તે કયામતના દિવસે ફરીવાર પણ જીવિત કરવા પર, તેની પૂછપરછ કરવા પર, અને તેને પૂરેપૂરો બદલો આપવા પર સક્ષમ છે, જો તેણે સારા કાર્યો કર્યા હશે તો તેને સારો બદલો મળશે, અને જો ખરાબ કાર્યો કર્યા હશે તો તેને ખરાબ બદલો મળશે,ખરેખર જેણે આકશો, જમીન અને તારાઓને પેદા કર્યા છે, તે માનવીને ફરી વાર જીવિત કરવા પર પણ સક્ષમ છે; કારણકે માનવીઓને ફરીવાર જીવિત કરવા તે આકશો અને જમીનના સર્જન કરતાં પણ વધુ સરળ છે.

કયામતનો દિવસે શું થશે?

સર્વશક્તિમાન અને મહાન પાલનહાર લોકોને તેમની કબરો માંથી ઉઠાવશે, ફરી તેમની પાસે તેમના કાર્યોનો હિસાબ લેશે, જે ઈમાન લાવ્યો હશે અને પયગંબરોને સાચા માન્યા હશે, તો તેને જન્નતમાં દાખલ કરશે, જે કાયમી નેઅમતોનું ઠેકાણું છે, જેની મહાનતાનો આભાસ કોઈ દિલ પણ કરી નથી શકતું, અને જેણે કુફ્ર કર્યું હશે, તેને જહન્નમમાં દાખલ કરશે, જેમાં તેને કાયમી અઝાબ થશે, જેના વિષે માનવી વિચારી પણ નથી શકતો, અને જો કોઈ પણ જન્નત અથવા જહન્નમમાં દાખલ થઈ જશે, તો તેને ક્યારેય મૃત્યુ નહીં આવે, તે હંમેશાવાળી નેઅમતો અથવા અઝાબમાં રહેશે.

જો કોઈ માનવી ઇસ્લામ સ્વીકારવા ઈચ્છતો હોય, તો તેને શું કરવું પડશે? શું કોઈ એવી પરંપરાઓ છે, જે તેને કરવી પડશે, અથવા શું કોઇની પાસેથી પરવાનગી લેવી પડશે?

જ્યારે કોઈ વ્યક્તિને જાણી લે કે સાચો દીન (ધર્મ) ફક્ત ઇસ્લામ જ છે, અને આ દીન આ સૃષ્ટિના સર્જનહારનો દીન છે, તો તેણે ઇસ્લામ સ્વીકારવા માટે જલ્દી કરવું જોઈએ; કારણકે બુદ્ધિશાળી વ્યક્તિ સામે જ્યારે સત્ય આવી જાય તો તેણે વિલંબ કરી, આનાકાની ન કરવી જોઈએ, અને તેને અપનાવવામાં જલ્દી કરવી જોઈએ,જે વ્યક્તિ ઇસ્લામ સ્વીકારવા ઈચ્છતો હોય તો તેણે કોઈ પણ ખાસ પ્રકારની ઈબાદતો કે પરંપરાઓ કરવાની જરૂરત નથી, અને ન તો કોઇની સમક્ષ જઈને ઇસ્લામ સ્વીકારવાની જરૂર છે, પરંતુ જો તે કોઈ મુસાલમાનની સમક્ષ અથવા કોઈ ઇસ્લામી કેન્દ્રમાં હોય તો તેમાં તેના માટે ભલાઈ છે, પરંતુ તેના માટે આ કહેવું પૂરતું થઈ જશે: ("અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ રસૂલુલ્લાહિ" હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે), તેનો અર્થ જાણી અને તેના પર ઈમાન લાવીને, આવી રીતે તે મુસલમાન થઈ જાય છે, અને ફરી તે ઇસ્લામના અન્ય આદેશોને સમયાંતરે લે, જેથી અલ્લાહ તઆલાએ જે કાર્યો વાજિબ કર્યા છે તે તે કરી શકે.

--

معلومات المادة باللغة العربية