×
جدبد!

تطبيق موسوعة بيان الإسلام

احصل عليه الآن!

رسالة واحدة فقط (غوجاراتية)

إعداد:

الوصف

كتيب يتكلم عن رسالة التوحيد الواحدة التي حملها جميع الانبياء - عليهم السلام - ويمتاز الكتاب بإثبات توحيد وحدانية الله من كتب اليهود والنصارى.

تنزيل الكتاب

ફક્ત એક સંદેશ !

દૂકતુર નાજી બિન ઈબ્રાહીમ અલ્ અરફજ

ભેટ

તે લોકો માટે જેઓ સચ્ચાઈ અને નિખાલસતા સાથે સત્યની શોધમાં છે.

જે બુદ્ધિશાળી અને ચપળ લોકો છે.

વાંચન કરતા પહેતા કેટલાક સવાલો :

૧) આ ફક્ત એક સંદેશનો હેતુ શુ છે?

૨) બાઇબલ આ વિશે શું કહે છે?

૩) પવિત્ર કિતાબ કુરઆન મજીદ આ વિશે શું કહે છે?

૪) ત્યારબાદ તમારો શું વિચાર છે?

ખરા વિષયનું વર્ણન

આદમ અ.સ.ના સર્જન પછી સંપૂર્ણ માનવતા ઇતિહાસમાં ફક્ત એક જ સાચો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો, તે સંદેશ લોકોને ફરી યાદ અપાવવા અને લોકોને સાચા માર્ગદર્શન તરફ લાવવા માટે એક સાચા ઇલાહએ નબીયો અને પયગંબરોને જેવા કે નૂહ, ઈબ્રાહીમ, મૂસા, ઈસા અ.સ.ને અને મુહમ્મદ ﷺને મોકલ્યા, અને તે સંદેશ આ છે :

સાચો ઇલાહ ફક્ત એક છે, તેની જ બંદગી થવી જોઈએ.

તેણે આ સંદેશ લઈને રસૂલોને મોકલ્યા.

તેણે નૂહ અ.સ.ને. આ સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે મોકલ્યા કે ઇલાહ ફક્ત એક જ છે, બસ તમે તેની જ બંદગી કરો.

તેણે ઈબ્રાહીમ અ.સ.ને. આ સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે મોકલ્યા કે ઇલાહ ફક્ત એક જ છે, બસ તમે તેની જ બંદગી કરો.

તેણે મૂસા અ.સ.ને. આ સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે મોકલ્યા કે ઇલાહ ફક્ત એક જ છે, બસ તમે તેની જ બંદગી કરો.

તેણે ઈસા અ.સ.ને. આ સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે મોકલ્યા કે ઇલાહ ફક્ત એક જ છે, બસ તમે તેની જ બંદગી કરો.

તેણે મુહમ્મદ ﷺને આ સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે મોકલ્યા કે ઇલાહ ફક્ત એક જ છે, બસ તમે તેની જ બંદગી કરો.

અલ્લાહ તઆલાએ ઉલુલ્ અઝમ રસૂલો અને તે સિવાયના પયગંબરોને જેમાંથી કેટલાકને આપણે જાણીએ છીએ અને કેટલાકને આપણે જાણતા નથી, કેટલાક કામો માટે મોકલ્યા, જેમાંથી કેટલાક નીચે પ્રમાણે છે :

૧) અલ્લાહની વહીને પ્રાપ્ત કરવી અને તેનો પ્રચાર લોકો સુધી અને પોતાના અનુયાયીઓ સુધી કરવો

૨) લોકોને તૌહીદ તરફ બોલાવવા અને દરેક પ્રકારની ઈબાદત ફક્ત એક અલ્લાહ માટે જ કરવી જોઈએ તે વર્ણન કરવું.

૩) વાત અને વર્તુકમાં શ્રેષ્ઠ આદર્શ બનવું, જેથી અલ્લાહના માર્ગ તરફ ચાલવામાં લોકો તેમનું અનુસરણ કરી શકે.

૪) પોતાના અનુયાયીઓને અલ્લાહનો તકવો (ડર) અપનાવવા તેમનું અનુસરણ કરવા અને તેમના આદેશોનું અનુસરણ કરવા તરફ માર્ગદર્શન આપે.

૫) પોતાના અનુયાયીઓને દીનના આદેશો અને સારા અખલાક શીખવાડવા,

૬) નાફરમાન લોકો અને મુશરિક લોકો તરફ ધ્યાન અપાવવું જેવું કે મૂતી પૂજકો વગેરે...

૭) લોકોને એ વાત તરફ સચેત કરવા કે મૃત્યુ પછી તેમને ફરી જીવિત કરવામાં આવશે, અને કયામતના દિવસે તેમને પોતાના અમલનો હિસાબ કિતાબ આપવો પડશે, જે વ્યક્તિ એક અલ્લાહ પર ઈમાન લાવ્યો હશે અને સારા કાર્યો કર્યા હશે તો તેનો બદલો જન્નત હશે અને જે વ્યક્તિએ શિર્ક કર્યું હશે અને તેની નાફરમાની કરી હશે તો તેનું ઠેકાણું જહન્નમ હશે.

તે દરેક પયગંબરો અને નબીયોને ફક્ત એક ઇલાહે જ પેદા કર્યા છે અને તે જ હિસાબ કરશે. આ સૃષ્ટિ અને જેટલા સર્જન તેમાં છે તે દરેક એક અલ્લાહના અસ્તિત્વ પર ગવાહી આપે છે અને તેના એક જ હોવાની પણ ગવાહી આપે છે, અને અલ્લાહ જ સમગ્ર સૃષ્ટિનો અને તેમાં દરેક વસ્તુ જેવી કે માનવી, ઢોર, કીડા મંકોડાનો સર્જનહાર છે, અને તે જ મૃત્યુ અને આ ખત્મ થનારું જીવન તેમજ હંમેશા બાકી રહેવાવાળું જીવનનો સર્જનહાર છે.

દરેક યહૂદી, નસરાની અને મુસલમાનોની પવિત્ર કિતાબો ફક્ત એક અલ્લાહના અસ્તિત્વ પર ગવાહી આપે છે.

સત્ય માર્ગની શોધ કરનાર નિખાલસતા સાથે બાઇબલ અને કુરઆનમાં એક ઇલાહની સમજૂતીનું વાંચન કરશે તો તે ઠોસ ગુણો જોશે, જે અલ્લાહ માટે ખાસ છે અને તેમાં કોઈ બાતેલ મઅબુદ તેનો ભાગીદાર નથી, તે ગુણો માંથી કેટલાક નીચે પ્રમાણે છે :

૧) સાચો ઇલાહ સર્જક છે ન કે સર્જન.

૨) સાચા એક ઇલાહનો કોઈ ભાગીદાર નથી, ન તો તે અલગ અલગ છે ન તો તે પિતા છે અને ન તો તે કોઈનો દીકરો છે.

૩) પવિત્ર અલ્લાહ સર્જનીઓના વિચારથી પાક છે, આ દુનિયામાં આંખો તેનો ઘેરાવ નથી કરી શકતી.

૪) અલ્લાહ હંમેશા બાકી રહેનાર છે, તેના માટે મૃત્યુ નથી, અને ન તો તે કોઈ પ્રાણમાં હુલૂલ (પ્રવેશ) કરે છે, અને ન તો તે સર્જનીઓ માંથી કોઈનું રૂપ ધારણ કરે છે.

૫) અલ્લાહ બેનિયાજ, પોતાની ઝાત સાથે કાયમ છે, દરેક સર્જનીઓથી બેનિયાજ છે, તેમની જરૂરત નથી રાખતો, ન તો તેના કોઈ પિતા છે, ન તો મા, ન તો પત્ની અને ન તો બાળક છે, ન તો તેને ખાવાપીવાની જરૂર પડે છે અને ન તો તેને કોઈની મદદ ની જરૂર છે, પરંતુ અલ્લાહએ પેદા કરેલી સમગ્ર સર્જનને તેની જરૂરત છે.

૬) અલ્લાહ મહાનતામાં, સંપૂર્ણતામાં, સુંદરતામાં એકલો અને તેમાં તેનો કોઈ શરિક નથી અને કોઈ તેની સરખામણી કરી શકતું નથી, તેના જેવું કોઈ જ નથી.

આપણે તે કસોટીઓ અને ગુણવત્તાઓને (અને બીજા ગુણોને, જે અલ્લાહ માટે લાયક છે) કોઈ પણ બાતેલ અને વિખ્યાત મઅબૂદને નકારવા અને તેનો ઇન્કાર કરવા માટે વર્ણન કરી શકીએ છીએ.

હવે હું ઉપર વર્ણન કરેલ એક સંદેશ તરફ પાછો ફરું છું, જેથી બાઇબલ અને કુરઆન મજીદના તે હવાલા નકલ કરું, જે અલ્લાહ એક જ છે, તે વાતની તાકીદ કરે છે, પરંતુ હું તમારી સાથે તે સોચ અને વિચારને વર્ણન કરવા ઈચ્છું છું

અર્થાત ઈસાઈઓને આશ્ચર્ય થઈ શકે છે અને સવાલ કરી શકે છે કે અમારા વચ્ચે એ વાત સ્પષ્ટ છે કે અલ્લાહ એક જ છે, અને એક ઇલાહ પર ઈમાન ધરાવીએ છીએ તો પછી મામલો શું છે?

સત્ય વાત એ છે કે ઈસાઈ ધર્મ વિશે ઘણી કિતાબોનું વાંચન કરવા અને ઊંડાણપૂર્વક ધ્યાન કરતા તેમજ ઈસાઈ લોકો સાથે વાતચીત કરતા અને તકરાર કરતા મને લાગ્યું કે તેમની પાસે 'અલ્લાહ' ( જેવું કે તેમના કેટલાક લોકોનું એવું માનવું છે કે) નીચે વર્ણવેલ વસ્તુ પ્રમાણે છે.

૧) અલ્લાહ પિતા

૨) અલ્લાહ દીકરો

૩) અલ્લાહ રૂહુલ્ કુદુસ

એક સામાન્ય જ્ઞાન ધરાવનાર, સાચી વાત કરનાર અને ન્યાયી વ્યક્તિ પાસે એ વાતની માંગણી કરીએ કે તે ઈસાઈઓને સવાલ કરે :

તમારા મતે આ શબ્દનો અર્થ શું છે ' અલ્લાહ એક છે' જ્યારે કે તમે ત્રણ મઅબૂદ તરફ ઈશારો કરો છો?

શું અલ્લાહ એક છે, જે ત્રણમાં પ્રવેશ કરેલ છે, અથવા ત્રણ છે, જે એકમાં પ્રવેશ કરેલ છે (એક ત્રણમાં કે ત્રણ એકમાં છે)

વધુ એ કે, કેટલાક ઈસાઈઓની માન્યતા પ્રમાણે તે ત્રણેય મઅબૂદોના અલગ અલગ ઝિકર, ઢાંચા અને પ્રતિમા છે, જે આ પ્રમાણે છે :

૧) અલ્લાહ પિતા = તે સર્જક છે.

૨) અલ્લાહ દીકરો = તે જ નજાત અને છુટકારા માટે જવાબદાર છે.

૩) અલ્લાહ રુહુલ્ કુદુસ = આ સુધારક, સંરક્ષક અને હિફાજત કરનાર છે.

એવું અનુમાન લગાવે છે કે મસીહ અલ્લાહનો દીકરો અથવા તે પોતે જ ઇલાહ અથવા ઇલાહનો એક ભાગ છે, સંપૂર્ણ એ વાતની વિરુદ્ધ, છે, જેને તૌરાત અને ઇન્જિલમાં વર્ણન કર્યું છે, કે આ આદુનિયામાં અલ્લાહને કોઈ જોઈ શકતું નથી :

તમે લોકોએ તેનો અવાજ ક્યારેય નથી સાંભળ્યો અને તેનો ચહેરો ક્યારેય નથી જોયો.

(ઇન્જિલ યોહન્ના : ૫:૩૭)

તેને ક્યારેય કોઈએ જોયો નથી અને ન તો ક્યારેય જોઈ શકે છે :

તૈય્મુસાવીશ વન ૬:૧૬

"કોઈ મને જોઈ નથી શકતું અને જોઈ પણ લે તો પછી જીવિત નથી રહી શકતું"

(અલ્ ખુરુજ : ૨૦:૩૩)

ઉપરોક્ત વર્ણન કરેલ બોધ અને આ પ્રમાણેના અન્ય બાઇબલની વાણી પ્રમાણે હું આશ્ચર્યચકિત થઈ સંપૂર્ણ નિષ્ઠા અને સચ્ચાઇપૂર્વક હું સવાલ કરું છું કે જે લોકો આમ કહે છે કે ઈસા અ.સ. જ અલ્લાહ (મઅબૂદ) છે, અને બાઇબલની આ વાણી દરમિયાન જે એ વાત સાબિત કરે છે કે કોઈ એવો વ્યક્તિ નથી, જેણે અલ્લાહને જોયા હોય, અને તેની વાત સાંભળી હોય તો આ બન્ને વાતોમાં કઈ રીતે સમજૂતી આપશે?

હાલ યહૂદીઓ અને ઈસાના ઘરવાળાઓ અને તેમના અનુયાયીઓએ ઈસા મસીહ(અને કેટલાકની માન્યતા પ્રમાણે અલ્લાહનો દીકરો) ને નથી જોયા અને તેમનો અવાજ નથી સાંભળ્યો?

આવી કેવી રીતે શક્ય છે કે તૌરાત અને ઇંજીલ કિતાબ તો એ વાતની પુષ્ટિ કરે છે કે અલ્લાહને કોઈ જોઈ શકતું નથી અને તેનો અવાજ પણ કોઈ સાંભળી શકતું નથી પછી આપણે એવા વ્યક્તિને જોઈએ છીએ જે એવી માન્યતા ધરાવે છે કે ઈસા, જેમના વ્યક્તિત્વને તેઓએ જોયું છે અને તેનો અવાજ સાંભળ્યો છે, તે જ અલ્લાહ અથવા અલ્લાહનો દીકરો છે? શુ અલ્લાહની સત્યતા માટે કોઈ છૂપો ભેદ જોવા મળે છે?

તૌરાત તો તેના વિરુદ્ધ વાત પર જોર આપી વર્ણન કરે છે કે અલ્લાહ વિશે તેનું વર્ણન છે, કે "નિઃશંક હું જ પાલનહાર છું મારા સિવાય કોઈ ઇલાહ નથી, અને હું છુપી વાત નથી કરતો અને ન તો માટે હેતુ છૂપો છે, હું અલ્લાહ છું અને સાચું બોલું છું અને જે કંઈ સાચું છે તેની સૂચના આપું છું." (ઈશઅયા : ૧૯:૪૫)

એટલા માટે સત્યતા અને સચ્ચાઈ શું છે?

વિનંતી કરવામાં આવે છે કે બાઇબલની લાઈનોને વારંવાર પઢો અને તેમાં હજાર વખત ચિંતન મનન કરે.

આવો, હવે એક સાથે આપણે બાઇબલ અને કુરઆન મજીદમાં સત્યતા જાણીએ, આશા છે કે તમે તે આયતો અને લાઇનમાં ચિંતન મનન કરવા, અને આ પુસ્તિકાને ન્યાય સાથે પઢી પોતાના મંતવ્યો મને જણાવશો.

વિષય અને ન્યાયાપૂર્વક ખ્યાલ કરતા કોઈ શરૂઆતના શબ્દો કહ્યા વગર વિષય મુજબ પુરાવા રજૂ કરું છું, હું આશા કરું છું તમે પાછળના કોઈ મંતવ્ય વગર ધ્યાનપૂર્વક વાંચન કરશો.

જુના કરાર બાઇબલમાં એક અલ્લાહનું વર્ણન

હે ઇસ્રાઈલ સાંભળ ! પાલનહાર આપણો ઇલાહ છે, અને તે પાલનહાર ફક્ત એક જ છે.

(અત્ષનિયહ : ૪:૬)

શુ એક અલ્લાહએ આપણા માટે જીવન માટે પ્રાણનું સર્જન નથી કર્યું? અને આપણને રોજી ન આપી?

(મલાખી ૨:૧૫)

જેથી કરીને તમે જાણી લો અને મારા પર ઈમાન લાવો, અને એ પણ જાણી લો કે હું જ તે અલ્લાહ છું, મારા પહેલા કોઈ ઇલાહ ન હતો, અને ન તો મારા પછી કોઈ ઇલાહ થશે, હું પોતે જ પાલનહાર છું, મારા સિવાય કોઈ નજાત આપનાર નથી.

(ઇશ્ઇયાઅ : ૪૩:૧૦-૧૧)

હું જ પ્રથમ અને હું જ અંતિમ છું, મારા સિવાય કોઈ ઇલાહ નથી, મારા જેવો કોણ છે?

(ઈશઇયાઅ : ૬:૪૪)

શુ હું પાલનહાર નથી? અને મારા સિવાય કોઈ ઇલાહ નથી, ભલાઈ કરવાવાળો અને નજાત આપનાર કોઈ બીજું નથી.

(ઈશઇયાઅ : ૨૧:૪૫

શુ તમને આ પ્રમાણેના કોડ્સ યાદ છે?

બાઇબલ નવા કરારમાં એક અલ્લાહનું વર્ણન

હંમેશાનું જીવન ફક્ત એ છે કે તું એક સત્ય અલ્લાહને અને યુસુઅ મસીહને જેમને અલ્લાહએ મોકલ્યા છે તું તેમને ઓળખે, જાણી લે.

(ઇંજીલ યોહન્ના : ૩:૧૭)

પોતાના મઅબૂદ ઇલાહ અલ્લાહની જ બંદગી કરો અને તેની જ સેવા કરો.

(ઇંજીલે મત્તા : ૪:૧૦)

હે ઇસ્રાઈલ ! સાંભળ આપણો પાલનહાર એક અલ્લાહ પાલનહાર છે, કારણકે અલ્લાહ એક જ છે અને તેના સિવાય બીજું કોઈ નથી.

(ઇંજીલે મરકસ : ૧૨: ૨૮-૩૩

કારણકે અલ્લાહ એક છે અને અલ્લાહ તેમજ તેના બંદા વચ્ચે એક જ વાસ્તો છે, અને તે માનવી યુસુઅ મસીહ છે.

તૈમૂથયૂઝ નામનો પહેલો પત્ર : ૨-૫

એક વ્યક્તિ ઈસા અ.સ. પાસે આવ્યા અને કહ્યું, મારા સદાચારી સરદાર ! જીવન પ્રાપ્તિ માટે મારે શું સારુ કામ કરવું જોઈએ? તો ઈસા અ.સ.એ તેમને કહ્યું, (મને સદાચારી, નેક કહી કેમ પોકારો છો? સાલીહ તો ફક્ત એક જ છે અને તે અલ્લાહ છે.)ઇંજલે મત્તા : જેવું કે જેમ્સ નામના બાદશાહની પત્રિકામાં છે ૧૯:૧૬-૧૭)

શું તમે બીજા કોડ્સ જણાવી શકો છો જેમાં છે કે અલ્લાહ એક જ છે (ત્રણ નથી)

કુરઆન મજીદમાં એક અલ્લાહનું વર્ણન

૧) તમે કહી દો કે અલ્લાહ એક જ છે. ૨) અલ્લાહ બેનિયાઝ છે.૩) ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન ૪) અને તેના બરાબર કોઈ નથી.

સૂરે ૧૧૨, આયત ૧-૪

મારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, બસ ! તમે સૌ મારી જ બંદગી કરો.

સૂરે ૨૧: ૨૫

૭૩- તે લોકો પણ સંપૂર્ણ કાફિર બની ગયા, જે લોકોએ કહ્યું અલ્લાહ ત્રણ માંથી ત્રીજો છે, ખરેખર અલ્લાહ જ એકલો ઇલાહ છે, જો આ લોકો પોતાની આવી વાતોથી અળગા ન રહ્યા તો તેઓ માંથી જે કાફિર રહ્યા તેઓને સખત દુઃખદાયી અઝાબ આપવામાં આવશે.

સૂરે ૫:૭૩

૪) નિ:શંક તમારા સૌનો ઇલાહ એક જ છે.

સૂરહ : ૩૭-૪

શું અલ્લાહ સાથે બીજો કોઈ ઇલાહ છે ? કહી દો કે જો તમે સાચા હોવ, તો પોતાના પુરાવા રજુ કરો.

સૂરહ : ૨૭:૬૪

ખરેખર વાત એ છે મેં અલ્લાહની તૌહીદ આ જ વિષય કુરઆન મજીદનો મૂળ વિષય છે.

અંત

બાઇબલ અને કુરઆન મજીદમાં વર્ણવેલ ઉપરોક્ત કોડ્સ અને આ પ્રમાણેના હજારો કોડ્સ એ વાતની પુષ્ટિ કરે છે કે એ વાતમાં કોઈ શંકા નથી કે અલ્લાહ એક જ છે, તેના સિવાય કોઈ બીજો ઇલાહ નથી, જેવું કે બાઇબલ કહે છે કે હે ઇસ્રાઈલ સાંભળ ! અલ્લાહ આપણો પાલનહાર છે અને તે જ સાચો ઇલાહ છે, કારણકે અલ્લાહ એક છે તેના સિવાય બીજું કોઈ નથી.

(ઇંજીલે મરકસ : ૧૨: ૮-૩૩

અને કુરઆન મજીદ આ વાતને કહે છે :

હે પયગંબર ! કહી દો, અલ્લાહ એક જ છે. (૧)

સૂરે:૧૧૨-૧

અને પવિત્ર કિતાબ ફક્ત એ જ વાતની પુષ્ટિ નથી કરતા કે અલ્લાહ એક જ છે, , પરંતુ એ વાતની પણ પુષ્ટિ અને તાકીદ કરે છે કે તે જ અલ્લાહ સર્જક છે, અને એકલો જ નજાત આપનાર છે,

જેથી તમે જાણી લો કે તે હું જ છું, મારા પર ઈમાન લાવો, મારા પહેલા કોઈ ઇલાહ ન હતો, ,અને મારા પછી પણ નહીં આવે, હું પોતે જ પાલનહાર છું, મારા સિવાય કોઈ છુટકારો નહિ અપાવી શકે

ઈશઇયાઅ : ૧૩-૧૦-૧૧

આનાથી સ્પષ્ટ થઈ જાય છે કે ઈસા અ.સ. અથવા રુહુલ્ કુદુસ અથવા તે સિવાયના ઇલાહ કરવાની વાતની કોઈ દલીલ અને પુષ્ટિ નથી, તેઓ સૌ ફક્ત અલ્લાહના સર્જનીઓ માંથી એક સર્જન છે, કોઈ વસ્તુનો અધિકાર નથી ધરાવતા, એટલા માટે ન તો ઇલાહ છે અને ન તો અલ્લાહની તજલ્લી અને ઝુહુર છે, અને ન તો તેના અવતાર અને તેની સરખામણીનું કોઈ છે, કારણકે અલ્લાહ જેવી કોઈ વસ્તુ નથી જેવું કે બાઇબલ અને કુરઆનમાં વર્ણન થયું છે.

અલ્લાહ તઆલા યહૂદીઓ પર તેમની ગુમરાહી બાબતે અને અલ્લાહ સિવાય અન્યની પૂજા કરવાના કારણે ગુસ્સે થયો

તેમના પર પાલનહાર ખૂબ ગુસ્સે થયો. "

(અલ્ અદદ : ૨૫:૩)

અને મૂસા અ.સ.એ તેમના પોતે બનાવેલા વાછરડાને તોડી ફોડી નાખ્યો.

બીજી તરફ : ઈસાઈઓ માંથી તૌહીદનો સ્વીકાર કરનારી જમાઅતને અત્યાચાર અને અઝાબને સહન કરવું પડ્યું, કારણકે તે જમાઅત એક અલ્લાહ પર ઈમાન લાવી અને ઈસા અ.સ.ની શિક્ષાઓને જે એકેશ્વરવાદની હતી તેને બદલવાનો ઇન્કાર કરી દીધો, અને પોલ અને તેના અનુયાયીઓ તરફથી ઘડી કાઢેલી તષલીષની વાતને ઠોકરાવી દીધી.

વાતનો તાતપર્ય એ કે અલ્લાહ તઆલાએ નૂહ, ઈબ્રાહીમ, ઈસા, મૂસા અને મુહમ્મદ ﷺઅને દરેક પયગંબરો અને રસૂલને (અલ્લાહની કૃપા અને દયા તેમના પર ઉતરે) એટલા માટે મોકલ્યા કે તેઓ લોકોને એક અલ્લાહ પર ઈમાન લાવવા અને દરેક પ્રકારની ઈબાદત ફક્ત તેના માટે ખાસ કરવાની શિક્ષા આપે, તેનો કોઈ ભાગીદાર અને શરિક નથી, તે સૌનો એક જ સંદેશ આ જ હતો :

સાચો ઇલાહ ફક્ત એક અલ્લાહ છે, બસ ! તેની જ બંદગી કરો.

જ્યારે પયગંબરો અને નબીયોના આદેશ એક જ છે તો તેમનો દીન પણ એક જ થયોને, એટલા માટે સવાલ પૂછવામાં આવે છે કે પયગંબરો અને રસૂલોનો દીન કયો છે?

તેમના સંદેશનો જોહર અને ખુલાસો એ કે પોતાના મામલાને અલ્લાહના હવાલે કરી દેવા, આ જ શબ્દ ઇસ્લામની સમજૂતી દર્શાવે છે.

અને કુરઆન મજીદે એ વાતની સ્પષ્ટતા કરી છે કે અલ્લાહના દરેક પયગંબરો અને રસૂલોનો દીન ઇસ્લામ જ હતો, કુરઆનની આ સત્યતા સામે બાઇબલમાં પણ તલાશ કરી શકીએ છીએ, (જો અલ્લાહ ઇચ્છશે તો આ વાતની સમજૂતી અમે આગળની પુસ્તિકામાં જરૂર કરીશું).

અંતમાં અમે એટલું જ કહીશું કે નજાત પ્રાપ્ત કરવા માટે આ સંદેશનો સ્વીકાર કરવો અને સચ્ચાઈ તેમજ નિખાલસતા સાથે તેના પર યકીન કરવું જરૂરી છે, પરંતુ આટલું જ પૂરતું નહિ થાય જો કે અલ્લાહના દરેક પયગંબરો અને રસૂલો પર ઈમાન લાવવું, (જેમાં આપ ﷺ પર ઈમાન લાવવું જરૂરી છે) તેમના માર્ગ પર ચાલવું અને તેના પર અમલ કરવો જરૂરી છે, આ જ હંમેશાની ખુશખબરનો માર્ગ છે.

એટલા માટે હે સત્ય માર્ગની શોધ કરનાર ! અને નજાત માટેની ઈચ્છા ધરાવનાર, તારે આ બાબતે વિચાર કરવો પડશે અને આજે જ આ બાબતે ચિંતનમનન કરવું પડશે, એ પહેલાં કે આ જે તક મળી છે, એ ખત્મ થઈ જાય, તે મૃત્યુ પહેલા જેનો વાર અચાનક હોય છે, કોને ખબર કે મોત ક્યારે આવશે?

આ અગત્યની ચર્ચા અને નિર્ણાયક વાતચીતમાં ફરીવાર નજર કરી તમે હિકમત અને બુદ્ધિ વડે નિર્ણય લઈ શકો છો, કે અલ્લાહ એક છે તેનો કોઈ ભાગીદાર નથી, ન તો કોઈ તેનો દીકરો છે, તમે તેના પર ઈમાન લાવો અને ફક્ત તેની જ બંદગી કરો, અને એ વાત ઉપર પણ ઈમાન લાવો કે નૂહ, ઈબ્રાહીમ, મૂસા, ઈસા અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ અને પયગંબર છે.

અને હવે જો તમારી ઈચ્છા હોય તો આ શબ્દો પોતાની જબાન વડે કહો :

અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ રસૂલુલ્લાહિહું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સ.લ. અલ્લાહના રસૂલ છે.

આ ગવાહી હંમેશા બાકી રહેવાવાળુ જીવનનું પ્રથમ પગથિયું છે, અને આ જ ખરેખર જન્નતના દરવાજાની ચાવી છે.

જો તમે ઇસ્લામનો માર્ગ અપનાવવાનું મન બનાવી લીધું હોય, તો તમે તમારો કોઈ મુસલમાન મિત્ર અથવા મુસલમાન પડોશી, અથવા નજીકમાં જે મસ્જિદ અથવા ઇસ્લામિક સેન્ટરની મદદ લઇ શકો છો, અથવા તમે પોતે મને કોન્ટેક કરી શકો છે.(જેનાથી હું પોતાને ખુશનસીબ સમજીશ.)

૫૩) તમે લોકોને કહી દો, કે હે મારા બંદાઓ ! જે લોકોએ પોતાના પર અતિરેક કર્યો છે, તમે અલ્લાહની કૃપાથી નિરાશ ન થઇ જાઓ, ખરેખર અલ્લાહ તઆલા દરેક ગુનાહ માફ કરી દે છે, કારણકે તે ખૂબ જ માફ કરવાવાળો, દયાળુ છે. ૫૪) તમે પોતાના પાલનહાર તરફ ઝૂકી જાઓ અને તેના આદેશોનું પાલન કરતા રહો, તમારા પર અઝાબ આવતા પહેલાં, અને પછી તમારી મદદ કરવામાં નહીં આવે. ૫૫) અને જે કઈ તમારી તરફ તમારા પાલનહાર પાસેથી ઉતર્યું છે, તે ઉત્તમ વાતોનું અનુસરણ કરો, તમારા પર અચાનક અઝાબ આવતા પહેલા અને તમને ખબર પણ ન પડે

કુરઆન મજીદ સૂરે ૩૯: ૫૩-૫૫

એક બીજી વસ્તુ પણ છે.....

અંતિમ શબ્દો :

ધ્યાનથી વાંચન કરનાર અને ચિંતા કરી આ પુસ્તિકા પઢયા પછી સાચા અને ડીસીપ્લીન લોકો સવાલ કરી શકે છે કે સત્યતા શું છે? ખોટું શું છે? હવે શું કરવું જોઈએ?

જો અલ્લાહ ઇચ્છશે તો મારી આવનારી પુસ્તિકામાં આ બાબતે ચર્ચા જરૂર કરીશ.

વધારેની જાણકારી, સવાલ પૂછવા માટે અને કંઈક સચોટ જ્ઞાન માટે લેખકના વર્ણવેલ સરનામાં પર તમે જરૂર પૂછી શકો છો.

સોદ - બા. ૪૧૮- ટેલિફોન નંબર ૩૧૯૮૨ સઉદી અરબ. [email protected] / [email protected]

અથવા લાઈબ્રેરી.........

કોઈ પણ ભલાઈ અને સુધારાને આવકારવામાં આવે છે.

ફક્ત એક સંદેશ !

ભેટ

વાંચન કરતા પહેતા કેટલાક સવાલો :

ખરા વિષયનું વર્ણન

એટલા માટે સત્યતા અને સચ્ચાઈ શું છે?

કુરઆન મજીદમાં એક અલ્લાહનું વર્ણન

અંત

એક બીજી વસ્તુ પણ છે.....

અંતિમ શબ્દો :

معلومات المادة باللغة الأصلية