الوصف
كتاب قيم مترجم للغة الغوجاراتية يوضح أن الإسلام هو دين الفطرة والعقل والسعادة.
ترجمات أخرى 48
(શરૂ કરું છું) અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
શું તમે ક્યારેય પોતાને સવાલ કર્યો છે:
કે આ આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેના મહાન સર્જનને કોણે પેદા કર્યું? તેમાં આ સચોટ અને વિસ્તૃત વયસ્થા કોણે બનાવી?
કેવી રીતે આ વિશાળ સૃષ્ટિ પોતાના સચોટ નિયમો અને વ્યવસ્થા સાથે સંગઠિત અને સ્થિર છે, અને વર્ષોથી પોતાના નિયમો અનુસાર ચાલી રહ્યું છે?
શું આ સૃષ્ટિ પોતે જ પેદા થઈ ગઈ છે? અથવા તે બિનઅસ્તિત્વ માંથી અસ્તિત્વમાં આવ્યું છે? અથવા તે ફક્ત એક સંયોગ દ્વારા અસ્તિત્વમાં આવી ગયું છે?
આ ચોક્કસ વ્યવસ્થા તમારા શરીરમાં અને જીવંત પ્રાણીઓના શરીરમાં કોણે મૂકી છે?
કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ જો તેને કહેવામાં આવે કે આ મકાન કોઈના બાંધકામ વગર આવી ગયું છે, તો તે ભરોસો કરશે નહીં! અથવા જો તેને કહેવામાં આવે: કે આ બિનઅસ્તિત્વમાંથી અસ્તિત્વમાં આવી ગયું છે! (તો પણ તે સ્વીકારશે નહીં), તો કેટલાક લોકો કેવી રીતે ભરોસો કરી લે છે, કે આ મહાન સૃષ્ટિ કોઈ સર્જક વગર અસ્તિત્વમાં આવી ગઈ છે? એક બુદ્ધિશાળી વ્યક્તિ આ કેવી રીતે સ્વીકારે છે કે આ સૃષ્ટિ અને તેનું સચોટ બંધારણ સંયોગ દ્વારા અસ્તિત્વમાં આવી ગયું છે?
ખરેખર આ સૃષ્ટિનો મહાન એક ઇલાહ, સર્જનહાર અને વ્યવસ્થાપક છે, જે આ સૃષ્ટિ અને તે દરમિયાનની દરેક વસ્તુની વ્યવસ્થા કરી રહ્યો છે, તે ફક્ત અને ફક્ત પવિત્ર અલ્લાહ તઆલાની ઝાત છે.
પવિત્ર પાલનહારે આપણી તરફ પયગંબરો મોકલ્યા, અને તેમની તરફથી કિતાબો (વહી) ઉતારી, અને તેમાંથી અંતિમ કિતાબ કુરઆન મજીદ, જે અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ પર ઉતારવામાં આવી, તે કિતાબો અને પયગંબરો દ્વારા આપણે જાણ્યું:
⦁ તે કિતાબો અને પયગંબરો દ્વારા આપણે પોતાને, પોતાના ગુણોને અને આપણાં પર તમન શું અધિકારો છે અને તેમના પર આપણાં શું અધિકારો છે તે જાણ્યું.
⦁ અને કિતાબો અને પયગંબરોએ આપણને માર્ગદર્શન આપ્યું કે એક પાલનહાર છે, જેણે આ સર્જન કર્યું, અને તે જીવિત છે, તેને ક્યારેય મૃત્યુ નહીં આવે, અને દરેક સર્જન તેની હેઠળ છે અને તે જ તેમનું નિયંત્રણ કરે છે.
એવી જ રીતે કિતાબો અને પયગંબરોએ આપણને જણાવ્યું કે અલ્લાહના ગુણો માંથી એક ગુણ ઇલ્મ છે, જેના દ્વારા તેણે દરેક વસ્તુને પોતાના ઘેરાવમાં લઈ રાખી છે, તે બધું જ સાંભળે અને જુએ છે, આકાશ અને ધરતીની કોઈ વસ્તુ તેનાથી છુપી અથવા અદ્રશ્ય રહી શકતી નથી.
અને તે પાલનહાર, જે જીવિત અને હમેંશા રહેવવાળો છે, તેના દ્વારા જ દરેક સર્જન જીવિત છે અને તેના એકલા જ દ્વારા દરેક સર્જન કાયમ છે, અલ્લાહ તઆલાએ કહ્યું:﴿اللَّهُ لا إِلَهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ لا تَأْخُذُهُ سِنَةٌ وَلا نَوْمٌ لَهُ مَا فِي السَّمَوَاتِ وَمَا فِي الأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَوَاتِ وَالأَرْضَ وَلا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ﴾ {અલ્લાહ સિવાય કોઈ જ ઇલાહ નથી, જે હંમેશાથી જીવિત છે અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, દરેક તેનું જ છે કોણ છે, જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે? જે કંઈ લોકોની સામે છે, તે તેને પણ જાણે છે અને જે કંઈ તેમનાથી અદ્રશ્ય છે, તેને પણ જાણે છે, તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી થાકતો નથી, તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો છે.}[સૂરે અલ્ બકરહ: ૨૫૫].
અને કિતાબો અને પયગંબરોએ આપણને જણાવ્યું કે પાલનહાર તે જ છે, જે સપૂર્ણતાના લક્ષણો ધરાવે છે, અને તેણે આપણને બુદ્ધિ અને ઇન્દ્રિયો આપ્યા છે, જે તેની રચના અને શક્તિના અજાયબીઓને દર્શાવે છે, જે તેની મહાનતા, શક્તિ અને તેના લક્ષણોની સંપૂર્ણતા દર્શાવે છે.
કિતાબો અને પયગંબરોએ આપણને શીખવાડ્યું કે પાલનહાર આકાશોની ઉપર છે, તે દુનિયામાં સ્થાયી નથી, અને ન તો દુનિયા તેનામાં છે.
એવી જ રીતે પયગંબરોએ આપણને જણાવ્યું કે આપણે પવિત્ર પાલનહાર સમક્ષ માથું ઝુકાવી દેવું જોઈએ; કારણકે તેણે જ આપણને પેદા કર્યા છે, અને તે જ આ સૃષ્ટિનો પણ સર્જક તેમજ વ્યવસ્થાપક છે.
ખરેખર સર્જક પાસે મહાન લક્ષણો છે અને તેની ક્યારેય જરૂરિયાત અથવા ઉણપ જેવા લક્ષણો વડે ઉપમા આપી શકાતી નથી, બસ પાલનહાર તો તે છે જે ક્યારેય ભૂલતો નથી અને ક્યારેય સૂતો નથી, અને તો તે ભોજન કરે છે, અને ન તો તેની પત્ની છે ન તો સંતાન; અને તે દરેક ગ્રંથો જે સર્જકની મહાનતાનો વિરોધ કરતા હોય તે અલ્લાહ તરફથી પયગંબરો માટે ઉતરેલા ગ્રંથો સાચા નથી.
અલ્લાહ તઆલાએ કુરઆન કરીમમાં કહ્યું:﴿قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ * {તમે કહી દો કે અલ્લાહ એક જ છે*ٱللَّهُ ٱلصَّمَدُ * અલ્લાહ બેનિયાઝ છે*لَمۡ یَلِدۡ وَلَمۡ یُولَدۡ * ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન*وَلَمۡ یَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ﴾ અને તેના બરાબર કોઈ નથી.}[અલ્ ઇખલાસ: ૧-૪].
જો તમે પાલનહાર સર્જક પર ઈમાન ધરાવતા હોય... શું તમે ક્યારેય તમારી રચનાના હેતુ વિશે વિચાર્યું છે? કે અલ્લાહ આપણી પાસેથી શું ઈચ્છે છે અને આપણા અસ્તિત્વનો હેતુ શું છે?
ખરેખર સત્ય એ છે કે મહાન સર્જક પાલનહાર "અલ્લાહ" એ આપણને પોતાના સર્જનના હેતુ વિશે જણાવ્યું છે, અને તે એ કે ફક્ત તેની જ ઈબાદત (બંદગી) કરવામાં આવે, અને તે આપણી પાસેથી શું ઈચ્છે છે! તેના વિશે આપણને જણાવ્યું કે તે જ ફક્ત ઈબાદતને લાયક છે, અને તેણે મોકલેલા દરેક પયગંબરોએ જણાવ્યું કે તેની ઈબાદત કઈ રીતે કરવામાં આવે? અને ક્યાં કામ કરવાથી અને ક્યાં કામોથી બચી જવાથી અલ્લાહની નિકટતા પ્રાપ્ત થઈ શકે છે? આપણે તેની પ્રસન્નતા કઈ રીતે મેળવી શકીએ છીએ? અને તેની પકડથી કેવી રીતે બચી શકીએ છીએ, અને પયગંબરોએ જણાવ્યું કે મૃત્યુ પછી આપણું ઠેકાણું શું હશે?
અને પયગંબરોએ આપણને જણાવ્યું કે આ સાંસારિક જીવન માત્ર એક કસોટી છે, અને સાચું અને સંપૂર્ણ જીવન તો આખિરતમાં મૃત્યુ પછીનું જીવન છે.
એવી જ રીતે પયગંબરોએ આપણને જણાવ્યું કે જે વ્યક્તિ પયગંબરોના જણાવ્યા મુજબ અલ્લાહની ઈબાદત કરી હશે, અને જે કામોથી અલ્લાહએ રોક્યા છે, તેનાથી રુકી જશે, તો તે દુનિયામાં સુંદર જીવન પામશે, અને હંમેશાવાળું આખિરતનું જીવન પણ સુખી જીવન હશે, અને જે વ્યક્તિ તેમની અવજ્ઞા અને કુફ્ર કરશે, તો તે દુનિયામાં પણ દુઃખી જીવન પસાર કરશે, અને આખિરતમાં પણ તેના માટે હમેંશાનો અઝાબ હશે.
આપણા પાલનહારે આપણને જણાવ્યું કે આપણે તેની પ્રસન્નતા અને તેની સજાથી છુટકારો ઇસ્લામ સ્વીકાર્યા વિના પ્રાપ્ત કરી શકતા નથી, અને ઇસ્લામ તે છે કે તેની સામે પોતાનું માથું ઝુકાવી દેવું, તેમજ ફક્ત તેની જ ઈબાદત (બંદગી_ કરવી, અનુસરણ દ્વારા તેની વાત અને નિયમને ખુશી ખુશી સ્વીકાર કરવો, અને અલ્લાહએ જણાવ્યું કે તે ઇસ્લામ સિવાય બીજો કોઈ ધર્મ સ્વીકારશે નહીં, અલ્લાહ તઆલાએ કહ્યું:(وَمَن يَبۡتَغِ غَيۡرَ ٱلۡإِسۡلَٰمِ دِينا فَلَن يُقۡبَلَ مِنۡهُ وَهُوَ فِي ٱلۡأٓخِرَةِ مِنَ ٱلۡخَٰسِرِينَ) {અને જે વ્યક્તિ ઇસ્લામ વગર બીજો દીન શોધે તેનો દીન કબૂલ કરવામાં નહી આવે અને તે આખિરતમાં નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે}[આલિ ઇમરાન: ૮૫].
જે વ્યક્તિ પણ આજે લોકોની ઈબાદત (બંદગી અને પૂજા) પર નજર કરશે તો જો શે કે એક માનવીની પૂજા કરે છે, તો બીજો મૂર્તિની પૂજા કરે છે તો ત્રીજો તારાઓની પૂજા કરે છે વગેરે.. બુદ્ધિશાળી વ્યક્તિએ ફક્ત એક અલ્લાહની જ ઈબાદત કરવી જોઈએ, જે સંપૂર્ણ ગુણો ધરાવે છે, એક બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના જેવા સર્જન અથવા તેનાથી પણ પણ તુચ્છ વસ્તુની પૂજા કઈ રીતે કરી શકે છે! તો કોઈ મનુષ્ય, પથ્થર કે વૃક્ષ કે પ્રાણી, કેવી રીતે ઈબાદત (બંદગી) ને લાયક હોય શકે છે?!
ઇસ્લામ સિવાયના દરેક ધર્મો જેની આજે લોકો પૂજા કરે છે, તે માનવીઓ દ્વારા બનાવેલા છે ,અને તેને અલ્લાહ સ્વીકારતો પણ નથી, અથવા તે ધર્મો જે અલ્લાહ તરફીથી હતા, પરંતુ તેમ મનુષ્યએ તેમાં હેરાફેરી કરી, તેને પણ અલ્લાહ સ્વીકારશે નહીં, રહ્યો ઇસ્લામ ધર્મ તે સમગ્ર સૃષ્ટિના પાલનહાર તરફથી છે, જેમાં ન તો કોઇ ફેરફાર થયો છે, ન તો બદલાવ, અને આ ધર્મની કિતાબ તે કુરઆન મજીદ છે, અને તે એવી જ રીતે તે પોતાની મૂળ ભાષામાં આજે પણ મુસલમાનોના હાથે સુરક્ષિત છે, જેવી રીતે અલ્લાહએ તેને ઉતારી હતી, જે અંતિમ પયગંબર પર ઉતારવામાં આવી હતી.
ઇસ્લામના મૂળ સિદ્ધાંતો માંથી એક એ પણ કે અલ્લાહએ મોકલેલા દરેક પયગંબરો પર ઇમાન લાવવું જરૂરી છે, તે દરેક માનવીઓ છે, અને અલ્લાહએ તેમને મુઅજિઝા અને નિશાનીઓ આપી, અને તેમને ફક્ત એક અલ્લાહ જેનો કોઈ ભાગીદાર નથી, ફક્ત તેની જ બંદગી કરવાનો સંદેશો પહોંચાડવા માટે મોકલ્યા હતા,અને તે પયગંબરો માંથી અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ છે, અલ્લાહ તઆલાએ તેમને એવી શરીઅત આપી મોકલ્યા જે પાછળની દરેક શરીઅતને રદ કરી દેનારી અને અંતિમ શરીઅત હતી, તેમજ ભવ્ય નિશાનીઓ દ્વારા તેમનું સમર્થન કર્યું, તેમની સૌથી મોટી નિશાની કુરઆન મજીદ છે, જે સમગ્ર સૃષ્ટિના પાલનહારની વાણી છે, માનવજાત માટે જાણીતું સૌથી મહાન પુસ્તક, તે પુસ્તક સામગ્રી, શબ્દો, વાક્યો અને આદેશોમાં ચમત્કારિક છે, તેમાં સત્યનું માર્ગદર્શન છે, જે આ દુનિયા અને આખિરતમાં સુખ તરફ દોરી જાય છે, અને તે અરબી ભાષામાં ઉતારવામાં આવ્યું હતું.
અને તેમાં ઘણા બધા તર્કસંગત અને વૈજ્ઞાનિક પુરાવા છે, જે કોઈ પણ શંકા વિના સાબિત કરે છે કે આ કુરઆન મજીદ પવિત્ર અને ઉચ્ચ સર્જનહારની વાણી છે, અને તેનું કોઈ માનવ દ્વારા નિર્મિત થયું, તે અશક્ય છે.
એવી જ રીતે ઇસ્લામના મૂળ સિદ્ધાંતો માંથી એ પણ છે કે ફરીશતાઓ, આખિરતના દિવસ પર ઇમાન લાવવામાં આવે, અને તે એ કે કયામતના દિવસે અલ્લાહ દરેકને પોતાની કબરો માંથી જીવિત કરશે અને તેમને પોતાના કાર્યોનો બરાબર બદલો આપશે, જે વ્યક્તિએ ઇમાનની સ્થિતિમાં સત્કાર્યો કર્યા હશે, તો તેના માટે જન્નતમાં હમેંશાનું ઠેકાણું હશે, અને જે વ્યક્તિએ કુફ્ર કર્યું હશે અને ખરાબ કાર્યો કર્યા હશે, તો તેને જહન્નમમાં ભયાનક અઝાબ આપવામાં આવશે, તેમજ ઇસ્લામના સિદ્ધાંતો માંથી એક એ પણ કે સારી અને ખરાબ તકદીર પર ઇમાન લાવવામાં આવે.
એવી જ રીતે ઇસ્લામ દીન એ જીવન પ્રત્યેનો વ્યાપક અભિગમ છે, જે ફિતરત (સામાન્ય સમજ) અને તર્ક સાથે સુસંગત છે, અને સામાન્ય લોકો તેને સરળતાથી સ્વીકારી લે છે, જે ધર્મ મહાન સર્જનહાર દ્વારા પોતાના સર્જન માટે બનાવવામાં આવ્યો છે, ઇસ્લામ દુનિયા અને આખિરત બન્નેમાં લોકોને ઇસ્લામ ભલાઈ અને ખુશખબર આપનાર દીન છે, કોઈ વ્યક્તિ કોઈની જાતપાતના કારણે અલગ નથી ન તો પોતાના રંગ અને રૂપ દ્વારા અલગ છે, દરેક લોકો બરાબર છે, કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ પર પ્રાથમિકતા નથી, હા નેક અમલ પ્રમાણે એકબીજા પર પ્રાથમિકતા હોઈ શકે છે.
અલ્લાહ તઆલાએ કહ્યું:(مَنۡ عَمِلَ صَٰلِحا مِّن ذَكَرٍ أَوۡ أُنثَىٰ وَهُوَ مُؤۡمِن فَلَنُحۡيِيَنَّهُۥ حَيَوٰة طَيِّبَة وَلَنَجۡزِيَنَّهُمۡ أَجۡرَهُم بِأَحۡسَنِ مَا كَانُواْ يَعۡمَلُونَ) {અને જે વ્યક્તિ ઈમાનની સ્થિતિમાં નેક કાર્યો કરશે, પુરુષ હોય કે સ્ત્રી, તો ખરેખર અમે તેમને શ્રેષ્ઠ જીવન આપીશું, અને તેમના નેક કાર્યોનો શ્રેષ્ઠ બદલો અમે તેમને જરૂર આપીશું.}[અન્ નહલ: ૯૭].
અને અલ્લાહએ કુરઆન મજીદમાં તાકીદ કરી કે તમે એક અલ્લાહ પર ઇમાન લાવો કે તે જ તમારો પાલનહાર અને મઅબૂદ (ઇલાહ) છે, તમારા માટે દીન ફક્ત ઇસ્લામ જ છે, અને તમારા પયગંબર મુહમ્મદ ﷺ છે, ઇસ્લામમાં દાખલ થવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે, અને આ બાબતે માનવી પાસે કોઈ અધિકાર નથી, અને કયામતનો દિવસ હિસાબ અને બદલાનો દિવસ છે, જે વ્યક્તિ સાચો મોમિન હશે, તેને ભવ્ય સફળતા મળશે, અને જે વ્યક્તિ કાફીર હશે, તે ખૂબ જ મોટા નુકસાનમાં હશે.
અલ્લાહ તઆલાએ કહ્યું:(... وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ يُدۡخِلۡهُ جَنَّٰت تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ وَذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ، {.... જે અલ્લાહ તઆલા અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરશે તેને અલ્લાહ તઆલા જન્નતોમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહી રહી છે જેમાં તેઓ હંમેશા રહેશે અને આ મોટી સફળતા છે.وَمَن يَعۡصِ ٱللَّهَ وَرَسُولَهُۥ وَيَتَعَدَّ حُدُودَهُۥ يُدۡخِلۡهُ نَارًا خَٰلِدا فِيهَا وَلَهُۥ عَذَاب مُّهِين) અને જે વ્યક્તિ અલ્લાહ તઆલાની અને તેના પયગંબરની અવજ્ઞા કરશે અને તેણે નક્કી કરેલ હદોથી આગળ વધી જશે તો અલ્લાહ તેને તે જહન્નમમાં નાખી દેશે, જેમાં તે હંમેશા રહેશે, આવા જ લોકો માટે અપમાનિત કરી દેનારો અઝાબ હશે.}[અન્ નિસા: ૧૩-૧૪],
જે વ્યક્તિ ઇસ્લામમાં દાખલ થવા ઇચ્છતો હોય તેના માટે જરૂરી છે કે તે આ શબ્દો: ("અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ રસૂલુલ્લાહિ" હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે), તેનો અર્થ જાણી અને તેના પર ઇમાન લાવીને કહે, તો તે મુસલમાન બની જશે, ત્યારબાદ ઇસ્લામના અન્ય આદેશો સમયાંતરે શીખી લે, જેથી તે અલ્લાહએ તેના ફર્ઝ ક્યારેક કાર્યો કરી શકે.
એવો ધર્મ, જે પ્રાકૃતિક અને બુદ્ધિ પ્રમાણે હોય, તેમજ ખુશી અને ઉલ્લાસનો ધર્મ